ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખરી મા

ખરી મા

રમણલાલ વ. દેસાઈ

ખરી મા (રમણલાલ વ. દેસાઈ; પંકજ, ૧૯૩૫) માવિહોણો કુસુમાયુધ નવી માનાં સૂચનો મુજબ ડાહ્યો થઈ જાય છે પરંતુ એનું કૈશોર્ય કરમાઈ જાય છે. બીમાર કુસુમાયુધની ખરી માની ઝંખના નવી માને હલાવી દે છે. માતાપુત્રના હૃદયંગમ મિલન સાથે પૂરી થતી વાર્તા તેના કરુણગર્ભ પણ શાન્તરસમાં થતા શમનથી ધ્યાન ખેંચે છે.
ર.