ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોપીનું ઘર

ગોપીનું ઘર

બકુલેશ

ગોપીનું ઘર (બકુલેશ, ‘કાદવનાં કંકુ’, ૧૯૪૪) જન્મકેદની શિક્ષા પામેલી ગોપી વહેલો છૂટકારો પામી ઘેર પહોંચે છે ત્યારે બદલાઈ ગયેલા જગતનો અને પોતાનાં ભૂતકાલીન દુષ્કૃત્યોનો સામનો કરતી મોત પામે છે એવું કથાનક રસપ્રદ રીતે ગૂંથાયું છે.
ચં.