ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ડ/ડેડ ઍન્ડ

ડેડ ઍન્ડ

જયંત ખત્રી

ડેડ ઍન્ડ (જયંત ખત્રી; ‘ખરા બપોર’, ૧૯૬૮) ફ્રેન્ચ ભાષા શીખવવાની જાહેરાત આપી ગ્રાહકોને આકર્ષતી મિસિસ નીલી, એક સુંદર રેસ્ટોરાં ખોલીને સુખદ ગૃહસ્થીની કલ્પનામાં રાચે છે. બીજી વેશ્યા ફીફી, પુરુષ માનસના વ્યાપક અને સઘન અનુભવ પછી નરી ઘૃણામાં જ જીવે છે. પહેલી વાર મળતા વાર્તાનાયકમાં ગ્રાહકની મનોવૃત્તિ નથી એ જાણીને રાજી થયેલી ફીફી પંદર રૂપિયા પાછા આપવાની તૈયારી સાથે એને સરસ અલવિદા આપે છે. વેશ્યાજીવનનું દર્દ અહીં રોચક રીતે નિરૂપાયું છે.
ર.