ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધૂળો ટપાલી

ધૂળો ટપાલી

મુરલી ઠાકુર

ધૂળો ટપાલી (મુરલી ઠાકુર; ‘પ્રેમલ જ્યોત’, ૧૯૪૫) ભણતાં ભણતાં ટપાલ વહેંચવાનું કામ કરતો ધૂળો, દીકરાની ટપાલની રાહ જોતાં માજીને પોતે લખેલી ટપાલ વાંચી સંભળાવે છે. માજી પૈસા મંગાવે તો પૈસા પણ આપે છે. ધૂળાએ લખેલી ટપાલ મળતાં માજીનો સગો દીકરો આવી પહોંચે છે ત્યારે માજી એકને બદલે બે દીકરા મળ્યાનો રાજીપો અનુભવે છે. સરળ ભાષામાં વ્યક્ત થયેલી સેવા, ત્યાગ ને મમતાની ભાવના ધ્યાન ખેંચે છે.
ર.