ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નવાજિશ

નવાજિશ

સારંગ બારોટ

નવાજિશ (સારંગ બારોટ; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) વડીલોની નારાજગીને કારણે ન પરણી શકેલાં પદ્મકાન્ત અને અનિલા વડીલોની પસંદગીનાં અવિનાશ અને નંદિનીના સંપર્કમાં વારંવાર આવે છે અને નવો ભાવ પાંગરે છે. પદ્મકાન્ત નંદિનીને અને અવિનાશ અનિલાને સુખેથી પરણી જાય છે. કથાનક સંબંધોની બદલાતી ધરીઓ પર વક્રતા રચે છે.
ચં.