ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નિષ્કૃતિ

નિષ્કૃતિ

ભારતી દલાલ

નિષ્કૃતિ (ભારતી દલાલ; ‘એક નામે સુજાતા’, ૧૯૮૪) ઘણાં વર્ષ પછી વતનને ઘેર પાછી ફરતી નાયિકા એકલતા વચ્ચે જીવતી માને અભેદ્ય કિલ્લાની પાછળ સરી ગયેલી જુએ છે અને પોતાને આગંતુક જેવી બની ગયાનો અનુભવ કરે છે. આ વાર્તાવસ્તુ અતીતઝંખાની સામગ્રીનો આધાર લઈને આકર્ષક બનવાનો પ્રયત્ન કરે છે.
ચં.