ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નીલાંજસા
નીલાંજસા
ચુનીલાલ મડિયા
નીલાંજસા (ચુનીલાલ મડિયા; ‘તેજ અને તિમિર’, ૧૯૫૨) પાલક ભદ્રાશ્વને ત્યાં પારંગત થયેલા અનાથ સુબાહુની ધનુર્વિદ્યા પર વારી ગયેલી નગરશ્રેષ્ઠીની પુત્રી નીલાંજસા ભદ્રાશ્વની પુત્રી ઘોષાની ઈર્ષ્યાનો ભોગ બને છે. અંતે સ્પર્ધામાં સુબાહુ ઘવાતાં નગરશ્રેષ્ઠીની ઉપવસ્ત્ર ચરિતા હાંફળી-ફાંફળી પુત્ર સુબાહુને વળગી પડે છે. આમ પ્રેમ અને ઈર્ષ્યા વચ્ચે માતૃ-અભિજ્ઞાનનું આ કથાનક સંકુલતા પામે છે.
ચં.