ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પૂનમડી
પૂનમડી
સુન્દરમ્
પૂનમડી (સુન્દરમ્; ‘ગોપીથી હીરાકણી’, ૧૯૩૮) ગામમાં ઘર માંડીને રહેલાં માસ્તર અને એમની પત્ની લીલાના ઘરે ધારાળાની છોડી પૂનમડી કામ કરવા આવે છે અને લીલા એને સંસ્કારે છે પરંતુ સંસ્કારાયેલી પૂનમડીને અંતે સાસરાના અંધારા દેશે જવું પડે છે. માસ્તરદંપતીનું વાત્સલ્ય અને પૂનમડીનું વિષમ ભાગ્ય વાર્તાનાં ચાલક બળ છે.
ચં.