ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફૂંકણી

ફૂંકણી

વીનેશ અંતાણી

ફૂંકણી (વીનેશ અંતાણી; ‘રણઝણવું’, ૧૯૮૯) ડેમ-બાંધકામમાં મજૂરી કરતા ભીમાને કાંયાની વહુ દેવલી ગમે છે. દેવલી પણ ભીમાની આસપાસ ભમે છે પણ ભીમો મનને રેઢું મૂકતો નથી. દેવલીના મોંમાં રાતે ફૂંકણી (ઝેરી જીવ) ફૂંક મારી જાય છે. ભીમો, કાંયો ને બીજા બે જણ દેવલીને ખાટલે નાખી, અથક દોડતાં દવાખાને લઈ જાય છે પણ દેવલી બચતી નથી. ખાલી ખાટલો લઈ ભીમો ડેમ પર પાછો ફરે છે. વાર્તાકારે અંતે નોંધ્યું છે : ભીમાના મનમાં પણ ઝેર પ્રસરવા લાગ્યું હતું. દેવલીનું ઝેર? મનુજપ્રણયની અકળ નિયતિ અહીં સ્પર્શક્ષમ રીતે નિરૂપાયેલી છે.
ર.