ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફેમિલી આલબમ

ફેમિલી આલબમ

સુરેશ ઓઝા

ફેમિલી આલબમ (સુરેશ ઓઝા; ‘ફેમિલી આલબમ’, ૨૦૦૧) ફેમિલી આલબમ જોતાં જોતાં નેન્સી તેની પુત્રી, માતા, પિતા, ભાઈ, પતિ, સસરા વિશેની વિગત પળોને વાગોળે છે. એક ફોટામાં માત્ર નેન્સી, એનો પતિ આલ્ફ્રેડ અને ભાઈનો ગાયકમિત્ર હેનરી ઊભાં છે. હેનરી નેન્સીને ચાહતો હતો પણ તે ફેમિલી મેમ્બર ગણાય એ ભાવથી અવ્યક્ત રહે છે. લગ્ન વખતે નેન્સી સાવ અચાનક હેનરીને બોલાવી પાસે ઊભો રાખી ફોટો પડાવે છે - એ ફોટો જોતા ૫૦ વર્ષની નેન્સી વિચારે છે: છેલ્લી ઘડીએ તેને ન બોલાવ્યો હોત તો કેટલું મોટું નુકસાન થઈ જાત? કાયમને માટે એક દુષ્કૃત્ય કર્યું હોય એવી રણઝણાટી મનમાં રહેત તે જુદું - વાર્તાના આરંભે મુકાયેલી માહિતી વાર્તાને ભારઝલ્લી બનાવે છે.
ર.