ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બળવો, બળવી, બળવું

બળવો, બળવી, બળવું

ઇલા આરબ મહેતા

બળવો, બળવી, બળવું (ઇલા આરબ મહેતા; ‘બળવો, બળવી, બળવું’. ૧૯૯૮) સુશીલાને વર્ગમાં વિદ્યાર્થિની પ્રશ્ન કરે છે ‘૧૮૫૭નો ‘બળવો’ જ કેમ? ‘બળવી’ કેમ નહીં? પછી તો પ્રશ્નોની હારમાળા ચાલે છે. ત્યાગ, પ્રેમ, આનંદ જેવા શબ્દો પુલ્લિંગી શા માટે? અને સેવા, નમ્રતા, ધીરજ જેવા શબ્દો સ્ત્રીલિંગી કેમ છે? એવા પ્રશ્નો સુશીલામાં વિદ્રોહ જગવતા દારૂડિયા પતિના ત્રાસમાંથી છૂટવા તે ‘પુલ્લિંગ’ એવો ચાંદલો ફગાવીને ઘરબહાર નીકળી જાય છે. વાર્તાકારનો નારીવાદી અભિગમ આવકાર્ય છે છતાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોને કારણે તે ઓછો પ્રતીતિકર બન્યો છે.
પા.