ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મંગળસૂત્ર-૨

મંગળસૂત્ર

બિન્દુ ભટ્ટ

મંગળસૂત્ર (બિન્દુ ભટ્ટ; ‘૧૯૯૭ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. મણિલાલ હ. પટેલ, ૧૯૯૮) પુષ્પા લગ્ન પછી હાથસાળ પર તનતોડ મહેનત કરતી, કુટુંબ માટે રિબાતી, નીચોવાતી રહી છે. ઠાકુરશાહી મિજાજમાં જીવતો તેનો પતિ હરપાલ કશું કમાતો નથી. ચાર ચાર દીકરીઓ છતાં ‘લડકા દે સાલી કમજાત...’ કહી પુષ્પાને પજવે છે. મોટી દીકરીને કામ પર જવા દેવા તૈયાર નથી. પુષ્પાને હાથસાળ પર જ કસુવાડ થઈ જાય છે. તેને ખબર પડે છે કે આ વખતે દીકરો હતો. વાર્તાના અંતે મંગળસૂત્ર વેચીને ય દીકરીને કામ પર મોકલવાનો નિર્ણય કરતી પુષ્પાની વેદના અને વિદ્રોહનું સંતુલિત નિરૂપણ થયું છે.
પા.