ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માનો જીવ

માનો જીવ

ગુલાબદાસ બ્રોકર

માનો જીવ (ગુલાબદાસ બ્રોકર; બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) પોતાની પુત્રીને ખૂબ ચાહતા પઠાણ શેરખાન સાથે ઘરોબો બંધાઈ ગયા પછી સુભદ્રા જાણે છે કે શેરખાન માસૂમ બાળકીનો ખૂની છે. એ પછી પતિનો ખૂબ જ આગ્રહ હોવા છતાં સુભદ્રા પુત્રીને શેરખાન સાથે રમવા દેતી નથી અને તેને ઘેર આવતાં અટકાવે છે. શેરખાનનો બાળકો માટેનો પ્રેમ અને સુભદ્રાની પુત્રીની સલામતી માટેની તકેદારી વાર્તાના તાણાવાણા બને છે.
ર.