ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મિજબાની
મિજબાની
ઉત્પલ ભાયાણી
મિજબાની (ઉત્પલ ભાયાણી; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા-૨’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) ભૂખ્યો ચિન્નપ્યા ભિખારીને રોટલી ખાતો જોઈ રહે છે. એની જેમ કાળિયો કૂતરો પણ ભિખારીને જુએ છે. કૂતરાને નજીક આવતો જોઈ ભિખારી રોટલી સાથે ભાગે છે પણ ચિન્નપ્પાએ મારેલો પથરો વાગતાં કૂતરો અટકી જાય છે. ભિખારી કૃતજ્ઞતાથી ચિન્નપ્પા સામે જુએ છે અને રોટલીનો ટુકડો આપે છે. એ બંનેની સામે જોઈ રહેલા કાળિયાને પહેલાં ચિન્નપ્પા અને પછી ભિખારી પણ એક એક ટુકડો આપે છે. વાર્તાકારે અંતે નોંધ્યું છે: ‘અને મિજબાની ચાલતી રહી.’ માનવસહજ વર્તન-વ્યવહારોનું વાર્તામાં સશક્ત નિરૂપણ થયું છે.
ર.