ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મીનપિયાસી
મીનપિયાસી
સુન્દરમ્
મીનપિયાસી (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૪૦) મોટો દીકરો વીજળી પડવાથી મરી ગયો અને નાનો જુગારમાં હાર્યો, આથી ગામથી નાના દીકરાની બે દીકરીઓ સાથે શહેરમાં આવી ડોસો જાહેરમાં ભજન ગાઈને કમાઈ કરે છે. ભજનને આવકનું સાધન બનાવ્યું એનો એને વસવસો છે પણ દીકરાને ધનની માયા છે. અંતે પસ્તાવા સાથે દીકરો મૃત પિતાનું ઋષિતેજ જોઈ રહે છે. વાર્તા વધુ પડતા વિસ્તારને કારણે ભાવકેન્દ્રને પૂરેપૂરું ઉપજાવી શકી નથી.
ચં.