ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રજનીગંધા

રજનીગંધા

શિવકુમાર જોષી

રજનીગંધા (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૫) હોટલમાં મોડી રાત સુધી ગીત-નૃત્ય પીરસતી નાયિકા પર નાયકને ચીડ છે કે તે પોતાની કલાનું વરવું પ્રદર્શન કરે છે. પરિચય વધતાં જાણ થાય છે કે અપંગ મા અને નમાયાં ભાણેજોની જવાબદારી નિભાવવા માટે સંગીત-નૃત્યની આ નોકરી જ યોગ્ય છે. પરિચય પ્રેમમાં પરિણમે અને તેમ થતાં પોતાની ફરજ પોતે અચળ રહી બજાવી ન શકે - એમ થતું રોકવા માટે નાયિકા નાયક પાસે ફરી કદી ન મળવાનું વચન માગે છે. ઋજુ સંવેદનના સ્પર્શક્ષમ નિરૂપણથી વાર્તા કલાત્મક બની છે.
ર.