ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વળામણાં
વળામણાં
ધીરજબહેન પારેખ
વળામણાં (ધીરજબહેન પારેખ; ‘રક્તરંગી સાંજ’, ૧૯૬૭) મિલિટરી સૈનિક તેજસિંહ, ઘેર એની રાહ જોતી નવપરિણીતા મીનળ માટે ઝૂરે છે. અચાનક એની બટાલિયન મોરચેથી પાછી ફરે છે. ઘેર પહોંચી તેજસિંહ હતાશ થાય છે. મીનળે બીજું ઘર કરી લીધું છે અને માતા બની છે પણ એનો બીજો પતિ તેજસિંહની બીકનો માર્યો સાથે રહેતો નથી. એને મળી, ધમકાવીને તેજસિંહ મીનળને બે હજાર રૂપિયા આપી તેની સાથે વળાવે છે. પુરુષની સ્ત્રી માટેની આરત અને નિર્વ્યાજ ત્યાગભાવનાથી વાર્તા રોચક બને છે.
ર.