ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિકલ્પ

વિકલ્પ

હસુ યાજ્ઞિક

વિકલ્પ (હસુ યાજ્ઞિક; ‘શબ્દસૃષ્ટિ’ – ઑગસ્ટ, ૧૯૮૯) વાર્તાનાયક એવા રોગનો ભોગ બન્યો છે જેનાં કોઈ પ્રગટ લક્ષણો નથી ને છતાં અકળ દર્દ રહ્યા કરે છે. તપાસ થતાં નિદાન થાય છે કે તે પ્રકાશના અભાવને અંધકાર અને અંધકારના અભાવને પ્રકાશ ગણે છે. આમ તેનો કોઈ અનુભવ સાવ સ્વતંત્ર-નિરપેક્ષ નથી. આંખની તકલીફ પણ આંખના એકવિધ ઉપયોગનું પરિણામ છે. જીવનની એકવિધતાથી સર્જાનારી સમસ્યાનું અહીં પ્રતીકાત્મક નિરૂપણ થયું છે.
ર.