ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિક્રિયા

વિક્રિયા

મહેશ દવે

વિક્રિયા (મહેશ દવે; ‘વહેતું આકાશ’, ૧૯૭૧) ભાગીને પરણેલાં ઈશા અને ચેતન, જ્યાં સ્ત્રી-દેહના ઉઘાડેછોગ સોદા થાય છે એવી વસ્તીમાં રહે છે. આખો દિવસ ઘેર એકલી રહેતી ઈશા કશેક નવું ઘર મળે તેવી ઝંખના સેવે છે. ચેતન એને નવું, ત્રણ ખંડવાળું, ભદ્ર વિસ્તારમાં આવેલું ઘર બતાવે છે ત્યારે, અગાશીમાં ઊભેલા પડોશીના યુવાન છોકરાના બીભત્સ ચાળાથી ઘવાયેલી ઈશા જૂનું ઘર છોડવાની ના પાડે છે. વાર્તા એના તીવ્ર વળાંકથી અલગ પરિમાણ પામે છે.
ર.