ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિશાખાનો ભૂતકાળ

વિશાખાનો ભૂતકાળ

પ્રવીણસિંહ ચાવડા

વિશાખાનો ભૂતકાળ (પ્રવીણસિંહ ચાવડા; ‘નવું ઘર’, ૧૯૯૯) મુંબઈથી બદલી થતાં વિશાખા કથાનાયકની ઓફિસમાં આવી છે. એ સાવ એકલવાયી છે. પૂછવા છતાં નાયકને કશું જાણવા મળ્યું નથી છતાં અંદાજ આવે છે કે વિશાખાનો ચોક્કસ, અપ્રગટ ઇતિહાસ છે. એની આંખો, ભાષા અને મૌનમાં પણ કોઈ અન્ય હાજર હોય છે. ફરી બદલી થતાં એ રાજકોટ જાય છે. કથાનાયક એને સ્મરતાં વિચારે છે - ભૂતકાળની છાયા લઈને જીવતી વિશાખાના મનમાં બીજી કોઈ છાયા ઉમેરાઈ હશે? નાયિકાની વ્યક્તિચેતનામાં પ્રવેશોત્સુક નાયક અહીં પ્રત્યક્ષ થયો છે.
ર.