ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હીલ્લી

હીલ્લી

ઉમાશંકર જોશી

હીલ્લી (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) ગામના જીર્ણ મંદિરમાં રહેતા બાવાજી અનાથ હીલ્લીને ઉછેરીને મોટી કરે છે. આમ છતાં હીલ્લી આવતી-જતી મોટરમાં એની માની શોધ ચાલુ રાખે છે. અંતે પોતે પરણીને માતા થતાં અનાથ હીલ્લીને પોતાનામાં જ મા મળે છે. આવું કથાનક લંબાણથી રજૂ થયું હોવા છતાં મર્મને ચૂક્યું નથી.
ચં.