ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપચંદ


અનોપચંદ [ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા. કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]