ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય-૩


અમરવિજય-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]