ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આદિત-આદિતરામ-આદિત્યરામ
આદિત/આદિતરામ/આદિત્યરામ : આદિતને નામે માતાજીવિષયક કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં “અષ્ટાદશ અષાઢે રે કૃષ્ણપક્ષ ત્રતિયાને ગુરુવાર રે” એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે સં. ૧૯૧૮ હોવાની શક્યતા છે. આદિતરામને નામે ૪ કડીનું ભજન (મુ.) મળે છે તથા આદિત્યરામને નામે કેટલાંક ગરબા, ગરબી, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧ અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]