ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૪


આનંદવિજય-૪ [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ’ (લે. ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.