ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિમલ સૂરિ શિષ્ય


આનંદવિમલ(સૂરિ) શિષ્ય આનંદવિમલ(સૂરિ) શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧- ઈ.૧૫૬૬)માં રચાયેલી, આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [કી.જો.]