ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમસાગર


ઉત્તમસાગર [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કુશલસાગરના શિષ્ય. ૬૫૦ કડીનો ‘ત્રિભુવનકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૨૩ કડીનું ‘સીમન્ધરજિન-ચંદ્રાવલા-સ્તવન’, ૧૬ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ: ૨; ૩. જૈકાપ્રકાશ: ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]