ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિવિજય


ઋદ્ધિવિજય : આ નામે ‘ઉપશમ-સઝાય’ (લે.ઈ.૧૭૩૯), ૧૪/૧૫ કડીની ‘જંબૂકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘નમસ્કાર-સઝાય’, ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૪૧), ૭ કડીની ‘વિજયરત્નસૂરીશગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘હિતોપદેશ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]