ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકરત્ન-૩


કનકરત્ન-૩ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિ (ઈ.૧૭૫૧માં હયાત)ના રાજ્યકાળમાં તથા હંસરત્ન(અવ. ઈ.૧૭૪૨)ની હયાતીમાં રચાયેલા પઘડી છંદની ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (સંભવત: ૨.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮ - “સંવત શશિ નાગ મહિદૃગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦ (+સં.). [વ.દ.]