ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિજય-૧


કનકવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિના શિષ્ય. હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં તેમણે રચેલી ૧૧ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)માં હીરવિજયસૂરિને કલ્પવૃક્ષ તરીકે કલ્પી એક સાંગ રૂપક નિપજાવવામાં આવ્યું છે અને તે દ્વારા તેમનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). [વ.દ.]