ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૩


કલ્યાણ-૩ [ઈ.૧૬૧૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. વરસિંહની પરંપરામાં કૃષ્ણદાસના શિષ્ય. ૮૧ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.ઈ.૧૬૭૩, આસો સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપૂગૂહસૂચી. [હ.યા.]