ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૧
કીર્તિવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત કાનજીના શિષ્ય. વિજયસેનસૂરિના અવસાન (ઈ.૧૬૧૬) પછી એ વિજયદેવસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૬-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪૭ કડીની ‘વિજયસેનસૂરિનિર્વાણ-સઝાય’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ર.સો.]