ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરજી-૨


કુંવરજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષસાગરની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ‘સનત્કુમાર-રાજર્ષિ-રાસ’ (૨.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, અસાડ સુદ ૫; સ્વલિખિતપ્રત, ઈ.૧૬૦૭) તથા વિજયસેનસૂરિના ઈ.૧૬૧૬માં થયેલા અવસાન પછી રચાયેલા અને ભૂલથી સમરચંદ્રગણિને નામે પણ નોંધાયેલા ૧૪૯/૧૭૬ કડીના ‘વિજયસેનસૂરિ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]