કુશલ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : સાઠોદરા નાગર. ૪૪ કડીના - ‘બહુચરાજીનો છંદ’ (૨.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, ભાદરવા-૧૧, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : (શ્રી)દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]