ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલ-મુનિ


ખુશાલ(મુનિ) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અખયચંદ્રસૂરિ (ઈ.૧૭૦૧માં હયાત)ના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો’ (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા ૭ કડીની ‘રાજુલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]