ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-મુનિ-૩-ખેમસી-ખેમો


ખેમ(મુનિ)-૩/ખેમસી/ખેમો [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : નાગોરીગચ્છના જૈન સાધુ. રાયસિંહશિષ્ય ખેતસીના શિષ્ય. ‘અનાથીઋષિ-સંધિ’ (ર.ઈ.૧૬૮૯), ૪ ઢાળની ‘ઇષુકારસિદ્ધ-ચોપાઈ’(ર.ઈ.૧૬૯૧), ૧૨ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’ અને ૧૯ કડીની ‘સોળ સતવાદી-સઝાય’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]