ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ-૪


ખેમ-૪ [ઈ.૧૭૭૭માં હયાત] નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. જ્ઞાનચંદ્ર મુનિના શિષ્ય ચંદ્રકિશોર(કિશોરચંદ્ર ?)ના શિષ્ય. ભૂલથી ચંદ્રકિશોરશિષ્યને નામે મુકાયેલ ‘અવંતીસુકુમાલ-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૭૭૭)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]