ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૧


ગંગ-૧  [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્રાવક. મુખ્યત્વે તીર્થંકરસ્તુતિનાં એમનાં ૧૫ ગીતો (મુ.) મળે છે તોે તેમાં ભાષાની પ્રૌઢી તથા પ્રાસની ચમત્કૃતિ ધ્યાન ખેંચે છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રાવક - કવિ ગંગકૃત ગીતો’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.સો.]