ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજેન્દ્રપ્રમોદ


ગજેન્દ્રપ્રમોદ [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૮ કડીની ‘ચિતોડચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૧૭/ઈ.૧૫૭૩, ફાગણ વદ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]