ચંદ્રનાથ [ ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી’(મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે ગૂંથાયા છે કે કૃતિના કર્તૃત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : લોંપ્રપ્રકરણ. [કી.જો.]