ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયચંદ્ર સૂરિ-૧


જયચંદ્ર(સૂરિ) - ૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ (સૂરિપદ ઈ.૧૪૫૨)ના શિષ્ય. વીરભદ્રગણિકૃત મૂળ પ્રાકૃત રચના ‘ચતુ:શરણ પ્રકીર્ણક’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૪૬૨)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.ર.દ.]