ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિમલ-૧


જિતવિમલ-૧ [ઈ.૧૭૦૧માં હયાત] : જૈન સાધુ. જીવવિમલના શિષ્ય. ૨૪ કડીના ‘મોહબંધસ્થાન-વિચારગર્ભિત શ્રી મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૫, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨.[ર.સો.]