ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનપ્રભ સૂરિ-શિષ્ય


જિનપ્રભ(સૂરિ)શિષ્ય : ૭ કડીના ‘નવકારનો લઘુ-છંદ/પંચ પરમેષ્ઠી-નમસ્કાર’(મુ.)ના કર્તા જૈન સાધુ કયા જિનપ્રભસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃત : ૧. ચૈસ્તસંગ્રહ:૨; ૨. જૈકાપ્રકાશ : ૧;  ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]