ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધન-૩


જિનવર્ધન-૩ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચછના જૈન સાધુ. વાચક કલ્યાણધીરના શિષ્ય. કલ્યાણધીરના અન્ય શિષ્ય ધર્મરત્નની ઈ.૧૫૮૫ની કૃતિ મળે છે તેથી આ કવિને પણ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. એમણે રચેલો ૩૩ કડીનો ‘ઉપદેશકારક-કક્કો’ (મુ.) મળે છે. કૃતિ : જૈસમાલા(શા.) : ૩; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ર.સો.]