ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય-૪


જિનવિજય-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં હિતવિજયના શિષ્ય અને ભાણવિજયના ગુરુબંધુ. આ કવિની ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.) જિનકીર્તિસૂરિના સંસ્કૃત કાવ્ય ‘દાનકલ્પદ્રુમ/ધન્નાચરિત્ર’ને આધારે રચેલી ધન્નાના ચરિત્રને વીગતે નિરૂપતી ને ધન્ના ને શાલિભદ્રના સંસારત્યાગને વર્ણવતી ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળોમાં વિસ્તરેલી કૃતિ છે. વાર્તાને રંજક-બોધક બનાવવા વચ્ચેવચ્ચે મૂકેલાં સંસ્કૃત સુભાષિતો ને આડકથાઓ કૃતિના લાક્ષણિક અંશો છે. આ ઉપરાંત આ કવિએ ૪૧ ઢાળનો ‘શ્રીપાળચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦, ગુરુવાર), ૭૨ કડીનો ‘નેમિનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, આસો વદ ૩૦) અને વિજયક્ષેમસૂરિ વિશેની ૨ સઝાયોની રચના પણ કરી છે. કૃતિ : ૧. ધન્નાશાલિભદ્રનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; ૨. ધન્ના શાલિભદ્રનો રાસ, પ્ર. શાહ લખમસી જેસિંગભાઈ, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]