જિનસાગર : આ નામે ‘નેમરાજુલ-સઝાય’ મળે છે તેના કર્તા કયા જિનસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશનવર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ.[કી.જો.]