ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસિંહ સૂરિ


જિનસિંહ(સૂરિ) [જ. ઈ.૧૫૪૯/સં. ૧૬૧૫, માગશર સુદ ૧૫ - અવ. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, પોષ સુદ ૧૩.] : જૈન સાધુ. જન્મ ખેતાસરમાં. પિતા શાહ ચાંપસી. માતા ચાંપલદેવી. ચોપડા ગોત્ર. મૂળ નામ માનસિંહ. દીક્ષા ઈ.૧૫૬૭માં. દીક્ષાનામ મહિમારાજ. આ કવિને અકબર બાદશાહ સાથે સંપર્ક થયેલો; તેમની સાથે તેમણે કાશ્મીર વિહાર કરેલો. તેમણે અનેક દેશોમાં અમારીઘોષણા કરાવડાવી હતી. અવસાન અનશનપૂર્વક. તેમણે અનેક સ્તવનો અને સઝાયોની રચના કરી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’, ૨. યુજિનચંદ્રસૂરિ;[કી.જો.]