ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસૌભાગ્ય સૂરિ


જિનસૌભાગ્ય(સૂરિ) [જ.ઈ.૧૮૦૬-અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, મહા સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિના પટ્ટધર. મારવાડના સેરડા ગામે જન્મ. મૂળ નામ સુરતરામ. ગોત્ર ગણધર ચોપડા કોઠારી. પિતા કરમચંદ શાહ. માતા કરણદેવી/કરુણાદેવી. ઈ.૧૮૨૧માં દીક્ષા. દીક્ષાનામ સૌભાગ્યવિશાલ. ઈ.૧૮૩૬માં સૂરિપદ. અનેક બિંબોની પ્રતિષ્ઠા કરેલી. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘નવપદ-સ્તવન’ (ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, આસો સુદ ૧૫), ૩ ‘સમેતશિખર-સ્તવન’ (ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, મહા વદ ૧૩) અને ‘ચૌદ પૂર્વ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) મળે છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]