ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનેશ્વર સૂરિ


જિનેશ્વર(સૂરિ) : આ નામે ‘રાયપસેણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, અસાડ સુદ ૩) મળે છે. સમયદૃષ્ટિએ જોતાં એને જિનેશ્વરસૂરિ-૧ની રચના ગણી શકાય કે કેમ તે પ્રશ્ન છે. તે ઉપરાંત આ જ રચનાવર્ષ સાથે આ કૃતિ જિનરંગસૂરિશિષ્ય જિનચંદ્રને નામે પણ નોંધાયેલી મળે છે. તેથી કર્તૃત્વ સંદિગ્ધ બને છે. આ ઉપરાંત ૩૦ કડીની ૧ ચર્ચરી જિનેશ્વરસૂરિની નામછાપવાળી મળે છે. તેને ઈ.૧૩મી સદીમાં હયાત જિનેશ્વરસૂરિની રચના ગણવામાં આવી છે. પરંતુ એમાં એટલા જૂના સમયનું ભાષાસ્વરૂપ જોવા મળતું નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]