ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનેશ્વર સૂરિ-૧


જિનેશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ (જ. ઈ.૧૫૦૯- અવ. ઈ.૧૫૯૯)ના શિષ્ય. તેમણે તેમના ગુરુના અવસાન પર્યંતના સમગ્ર ચરિત્રને વર્ણવતા, વિવિધ દેશીઓ પ્રયોજતા ૬૧ કડીના ‘જિનગુણપ્રભસૂરિપ્રબંધ-ધવલ’ (મુ.)ની રચના કરી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]